Dr. BABA SAHEB AMBEDKAR OPEN UNIVERSITY CENTER PATAN: 2401


INTRODUCTION

 • સ્વ અધ્યયન એ સર્વોચ્ચ તપ છે એ પાયાના સિદ્ધાંત પર રચાયેલી અને ગુજરાત રાજ્ય વિધાનસભા એકટ ૧૪/૧૯૯૪ અનુસાર સ્થપાયેલ માન્ય યુનિવર્સિટી.

 • પ્રવેશ માટેના હળવા નિયમો અને એકંદરે સરળ પ્રવેશ પદ્ધતિ તથા રાજ્યભરનાં લોકો માટે પ્રવેશની સમાન તક અને શિક્ષણનું સમાન ધોરણ.

 • વિદ્યાર્થીઓને પોતાની ગતિએ અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જોગવાઈ અને નોકરી કે રહેઠાણ નું સ્થળ બદલતા અભ્યાસકેન્દ્ર બદલવાની સુવિધા.

 • જરૂરીયાત આધારિત નવી ટેકનોલોજી સાથે વ્યવસાયલક્ષી અને ભાવી કારકિર્દીલક્ષી અભ્યાસક્રમો વિક્સાવાનો અભિગમ.

 • ઉચ્ચ ગુણવત્તાવાળી સ્વ-અધ્યયન માટેની અભ્યાસ સામાગ્રી તથા પ્રિન્ટ માધ્યમની સાથે દૂરવર્તી શિક્ષણમાં મલ્ટી મીડિયા સુવિધાનો પણ ઉપયોગ.

 • વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક, વહીવટી તેમજ માહિતી વિષયક સહાય માટે વિદ્યાર્થી સહાય સેવાઓ અંતર્ગત રાજ્યવ્યાપી અભ્યાસક્રમોનું નેટવર્ક.

 • દેશની અન્ય ઓપન યુનિવર્સિટીઓ સાથેના જોડાણોને લીધે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય જ્ઞાન ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ કરવાની સગવડ.

 • એકથી વધુ અભ્યાસક્રમોમાં એક સાથે પ્રવેશ : કોઈ પણ વિદ્યાર્થી એક ડીગ્રી (સ્નાતક) સાથે ડીપ્લોમાં અથવા સર્ટીફિકેટ અભ્યાસક્રમ, એક સાથે બે ડીપ્લોમાં અથવા બે સર્ટીફિકેટ અભ્યાસક્રમોમાં નોધણી કરાવી શકશે. વધુમાં બીજીવાર સ્નાતક, અનુસ્નાતક થવાની સગવડ છે.

 • ઔપચારિક અને અનઔપચારિક શિક્ષનક્ષેત્રે સંકળાયેલ કર્મચારીઓ, સરકારી કર્મચારી અને બિન સરકારી સંગઠનો સાથે સંકળાયેલ વિવિધ તજજ્ઞો તથ કર્મચારીઓ તથા ગ્રામ્ય વિસ્તારના ભાઈ/બહેનો તથા અંધજનો માટે શરૂ કરેલ નવીન અભ્યાસક્રમ.

 • CCC-BAOU ના અભ્યાસક્રમો સરકારી નોકરી માટે માન્ય કોમ્પ્યુટર અભ્યાસક્રમ છે.

 • રાજ્યના સરકારી કર્મચારીઓ માટે કોમ્પ્યુટરની ટ્રેનીગ આપ્યા બાદ કે કોમ્પ્યુટરની ટ્રેનીગ સિવાય CCC PLUS તથા CCC IN SERVICES ની પરિક્ષઓ લેવાનાર છે.

 • કોમ્પ્યુટરની ટ્રેનીગ : CCC PLUS માટે પ્રાયોગિક કાર્ય 75 HOURS , CCC IN SERVICES માટે પ્રાયોગિક કાર્ય 45 HOURSE અભ્યાસકેન્દ્ર પર ટ્રેનીગ પૂર્ણ કરાવ્યા બાદ પરિક્ષા લેવામાં આવશે.

 • પ્રતિવર્ષ સામાન્ય રીતે ડીસેમ્બર - જાન્યુઆરી તેમજ જુન - જુલાઈમાં યુનિવર્સિટીનાં કાર્યાલય અથવા કોઈપણ અભ્યાસકેન્દ્ર પરથી રૂબરૂ અથવા ટપાલથી પ્રવેશ ફોર્મ સહીત માર્ગદર્શન પુસ્તિકા નિયત કિમતે મળશે.